રાજ્યમાં પવન સાથે વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો.

હવામાન વિભાગે ઉત્તર ભારત, પૂર્વ ભારત અને મધ્ય ભારત ને લઈને વેધર અપડેટ આપી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સામાં વરસાદની સંભાવના છે.
હવામાનની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય પ્રદેશ,વિદર્ભ, છત્તીસગઢ સહિત બંગાળ અને ઓરિસ્સામાં વરસાદ પડવાની સંભાવના છે.
વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાશે અને આગામી બે દિવસ આ પ્રકારની હવામાનની સ્થિતિ ઝારખંડમાં પણ જોવા મળશે. બિહાર, બંગાળ અને સિક્કીમમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે.
આઈ એમ ડી એ માહિતી આપતા જણાવ્યું કે, ઉત્તર પૂર્વી ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યમાં આગામી ત્રણ દિવસ જોરદાર પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.
વળી અરુણાચલ પ્રદેશમાં પાંચ દિવસ દરમ્યાન વીજળી અને જોરદાર પવન સાથે વરસાદની સંભાવના છે.દક્ષિણ ભારતની વાત કરીએ.

આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ, માહે અને તેલંગાણા જેવા રાજ્યમાં ચેતવણી આપવામાં આવી છે.અને ઉપરાંત વાવાઝોડા અને જોરદાર પવન ની આશા પણ છે.
કેરળ અને માહે માં 12 અને 14 એપ્રિલ ના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.આ સિવાય 13 અને 14 એપ્રિલના રોજ કર્ણાટકમાં સંભાવના છે.

Post a Comment

Previous Post Next Post